અમેરિકા-કેનેડા સરહદે ડીંગુચા પરિવાર સાથે મહેસાણાની એક મહિલાનું પણ મોત થયાની આશંકા, 11 સભ્યના ગ્રુપ સાથે ગઇ હતી મહિલા

| Edited By: | Updated on: Mar 15, 2022 | 11:12 AM

જાન્યુઆરી માસમાં ડીંગુચા ગામના પરિવારના ચાર સભ્યોના અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીથી મોત થવાની ઘટના બની હતી. જેને કારણે માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. સમગ્ર કેસમાં કેનેડા પોલીસે ચારેય મૃતકોની ઓળખ કરી લીધી હતી.

અમેરિકા-કેનેડા સરહદે (U.S.-Canada border) કલોલના ડીંગુચાના એક પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. આ ડીંગુચાના પરિવાર સાથે મુસાફરી કરનારી મહેસાણા (Mehsana)ની એક મહિલાનું પણ મોત થયાની આશંકા છે. આ મહિલા અમદાવાદ (Ahmedabad) ના ઘાટલોડિયા વિસ્તારની હોવાની હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે. જે અંગે તપાસ ચાલુ છે.

જાન્યુઆરી માસમાં અમેરિકા-કેનેડા સરહદ પર એક ગુજરાતી પરિવારના ઠંડીથી ઠુઠવાવાના કારણે મોત થયા હતા. ત્યારે તેમની સાથે મુસાફરી કરનારી મહેસાણાની એક મહિલાનું પણ મોત થયુ હોવાની આશંકા છે. મૂળ મહેસાણાના ગોઝારિયાના પ્રિયંકા ચૌધરી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા હતા. 11 સભ્યના ગ્રૂપ સાથે ગયેલી મહિલાનું પણ આકરી ઠંડીથી મૃત્યુ નિપજ્યું હોય તેવી શક્યતા છે. જો કે કેનેડાની સરકાર કે પોલીસ તરફથી મહિલાના જીવિત છે કે મૃત્યુ પામ્યા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે જાન્યુઆરી માસમાં ડીંગુચા ગામના પરિવારના ચાર સભ્યોના અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીથી મોત થવાની ઘટના બની હતી. જેને કારણે માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. સમગ્ર કેસમાં કેનેડા પોલીસે ચારેય મૃતકોની ઓળખ કરી લીધી હતી. કેનેડા પોલીસે જાહેરાત કરી છે કે- 39 વર્ષના જગદીશકુમાર પટેલ, 37 વર્ષના વૈશાલી પટેલ, 11 વર્ષની વિહાંગી પટેલ અને 3 વર્ષના ધાર્મિક પટેલનું મૃત્યું થયું. કેનેડાના પોલીસ અધિકારીએ પુષ્ટિ કરતાં જણાવ્યુ હતુ કે ઠંડીમાં થીજી જવાના કારણે ચારેય લોકોનાં મૃત્યું થયા છે.

અમેરિકા જવાની લ્હાયમાં ચાર જિંદગી ઠંડીમાં થીજી ગઈ હતી. ચારેય લોકો વિઝિટર વિઝા પર કાયદેસર રીતે 12 તારીખે કેનેડા પહોંચ્યા હતા. અને 18 તારીખે કેનેડા-અમેરિકા બોર્ડર પર પહોંચ્યા હતા. તેમને બોર્ડર સુધી કોણે પહોંચાડ્યા તેની તપાસ ચાલી રહી છે. જે તપાસ દરમિયાન અન્ય લોકોને પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂષાડાયા હોવાનું ખુલ્યુ છે.

આ પણ વાંચો-

Ahmedabad: પીરાણા ડમ્પિંગ સાઇટ મુદ્દે વિપક્ષે મેયરને ઘેર્યા, મ્યુનિસિપલ કમિશનર ઓફિસ છોડી ગયા

આ પણ વાંચો-

ઉનાળાની શરુઆતમાં જ ગરમીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, રાજ્યનાં 7 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

Published on: Mar 15, 2022 11:11 AM