Mehsana: વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા, વિપુલ ચૌધરીના વધુ રીમાન્ડ કોર્ટે ના મંજૂર કર્યા

|

Sep 23, 2022 | 3:18 PM

વિપુલ ચૌધરી  (Vipuul Chaudhri) સામેનો ગાળિયો વધુ મજબૂત થઈ શકે છે. વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે.

મહેસાણાની (Mehsana) દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આજે હવે આ તપાસમાં ED (Directorate of Enforcement) પણ જોડાશે. આથી વિપુલ ચૌધરી  (Vipuul Chaudhri) સામેનો ગાળિયો વધુ મજબૂત થઈ શકે છે. તો બીજી તરફ કરોડોના શંકાસ્પદ વ્યવહાર મામલે ACBએ કોર્ટ સમક્ષ  વધુ 6 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજુર કર્યા છે. કોર્ટે વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર કરી ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડિમાં મોકલવા હુકમ કર્યો છે.

શું છે સમગ્ર કેસ ?

વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરી સામે ED પણ તપાસ કરશે.

આ સમગ્ર ઘટનામાં કરોડોના શંકાસ્પદ વ્યવહારની જાણકારી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા EDને કરવામાં આવી છે. ACBની તપાસમાં ખૂલ્યું છે કે વિપુલ ચૌધરીએ 4 બોગસ કંપની મારફતે  વિદેશમાં પણ કરોડોના વ્યવહાર કર્યા છે અને આ 4 કંપનીઓ રજિસ્ટર થયા વિનાની છે તેમજ ખોટા દસ્તાવેજ આપીને આ કંપનીનો ઊભી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં વિપુલ ચૌધરીના અને તેના પરિવારના 22 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તેમજ કરોડો રૂપિયાના બેનામી હિસાબ અને વિદેશમાં કરેલા વ્યવહાર પણ મળી આવ્યા છે.

Next Video