મહેસાણા: શિવાલા સર્કલથી બાયપાસ રોડનો બ્રિજ બન્યો બિસ્માર, સ્લેબની વચ્ચેની લોખંડની પટ્ટી પણ ગાયબ- જુઓ વીડિયો
રાજ્યમાં વધુ એક બ્રિજની દુર્દશા સામે આવી છે. મહેસાણાના શિવાલા સર્કલથી બાયપાસ રોડ પરનો બ્રિજ બિસ્માર બન્યો છે. ભારે વાહનો અહીંથી પસાર થાય તો આખેઆખો હલવા લાગે છે. ત્યારે અહીંથી પસાર થવુ એ કોઈ જોખમથી ઓછુ નથી. છતા તંત્ર બ્રિજને રિપેર કરવા મુદ્દે ઉદાસીનતા સેવી રહ્યુ છે.
રાજ્યમાં બ્રિજના કામમાં ભ્રષ્ટાચારનો સિલસિલો થમવાનુ નામ નથી લઈ રહ્યો. તેમ મહેસાણાના વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા સામે આવ્યા છે. કડીમાં મહેસાણા બાયપાસ રોડ પરનો બ્રિજ ઉમેરાયો છે. મહેસાણા શિવાલા સર્કલથી બાયપાસ રોડ પર બ્રિજ જર્જરીત બન્યો છે. છતા તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યુ.
બ્રિજ એટલી હદે બિસ્માર બન્યો છે કે કોઈ ભારે વાહન અહીંથી પસાર થાય તો આખો બ્રિજ હલવા લાગે છે. બ્રિજના સ્લેબ વચ્ચેથી લોખંડની પટ્ટી પણ ગાયબ છે. બે સ્લેબ વચ્ચે લાગેલી લોખંડની પટ્ટીઓ પણ તૂટી ગઈ છે.
આ બ્રિજ બન્યાના થોડા વર્ષોમાં જ સ્પાન વચ્ચે જગ્યા વધતા અહીંથી પસાર થનારાઓ માટે જોખમ વધી ગયુ છે. આમ તો બ્રિજના સ્પાન વચ્ચે જગ્યા પુરવાની હોય છે પરંતુ જગ્યા પુરવાની જગ્યાએ આખો હાથ જાય એટલી જગ્યા થઈ ગઈ છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત સિંહ ઠાકોરે સવાલ ઉઠાવ્યા છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
