Gujarati VIDEO : પેટ્રોલ ભરાવીને પૈસા આપ્યા વગર ભાગી ગયા ચાર શખ્શો ! CCTV માં કેદ થયા દ્રશ્યો

Gujarati VIDEO : પેટ્રોલ ભરાવીને પૈસા આપ્યા વગર ભાગી ગયા ચાર શખ્શો ! CCTV માં કેદ થયા દ્રશ્યો

| Edited By: | Updated on: Mar 26, 2023 | 9:26 AM

મેડા આદરજ ગામના નાયરા પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગરની કાર લઈને ચાર શખ્શો પેટ્રોલ પુરાવવા આવ્યા હતા. પેટ્રોલ પુરાવીને પૈસા આપ્યા વગર આ શખ્શો ત્યાંથી ભાગી ગયા.

Mehsana : પેટ્રોલ ભરાવીને પૈસા ન આપ્યા હોવાની વધુ એક ઘટના મહેસાણાના કડીમાંથી સામે આવી. મેડા આદરજ ગામના નાયરા પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગરની કાર લઈને ચાર શખ્શો પેટ્રોલ પુરવવા આવ્યા હતા. પેટ્રોલ પુરાવીને પૈસા આપ્યા વગર આ શખ્શો ત્યાંથી ભાગી ગયા.

સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

બાદમાં મહેશ ઠાકોર નામનો કર્મચારી પૈસા લેવા કારની પાછળ દોડ્યો હતો. ત્યારે આ શખ્શોએ ચાલુ કારમાં કોલર પકડીને આ કર્મચારીને ઢસડ્યો હતો. જો કે આ સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે CCTV ના આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના મહેશ નામનો કર્મચારીને હાથે તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તો ઘટનાની જાણ થતા જ પેટ્રોલ પંપનો માલિક પણ આવી પહોંચ્યો હતો.હાલ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામા માગ કરાઈ છે.

Published on: Mar 26, 2023 09:25 AM