Mehsana : નગરપાલિકા બાકી વેરાની વસૂલાત માટે એજન્સી નિમશે, ટેન્ડર બહાર પડાશે

|

Jan 27, 2022 | 8:50 AM

મહેસાણા નગરપાલિકાએ બાકી વેરો વસૂલવા માટે ઠેકેદાર નિમવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.જેમાં ઠેકેદારને વસૂલાતની રકમમાંથી કમિશન અપાશે.મહત્વનું છે કે નગરપાલિકા વિસ્તારમાં અત્યારે રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ 27 કરોડની વેરા વસૂલાત બાકી છે.

ગુજરાતની મહેસાણા(Mehsana)નગરપાલિકાએ બાકી વેરો વસૂલવા(Unpaid Tax)માટે ઠેકેદાર નિમવવા ટેન્ડર(Tender) પ્રક્રિયા હાથ ધરી છે.જેમાં ઠેકેદારને વસૂલાતની રકમમાંથી કમિશન અપાશે.મહત્વનું છે કે નગરપાલિકા વિસ્તારમાં અત્યારે રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ 27 કરોડની વેરા વસૂલાત બાકી છે.જેમાંથી સાત કરોડ રૂપિયા તો એવીએશનની જ છે. આ ટેક્સ વસૂલાતની કામગીરી વધુ ઝડપી થાય તે માટે નગરપાલિકા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે અને પાલિકાને બાકી વેરાની થનાર આવકમાંથી જે નક્કી થાય એ કમિશન એજન્સીને ચૂકવાશે.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય રીતે વેરાની વસૂલાત માટે કોઇ ચોક્કસ માળખું ગોઠવાયેલું નથી. તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા લોકોને દર વર્ષે સમયસર વેરો ભરવા માટે બિલ પણ મોકલવામાં આવે છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં વેરો ભરવા અંગે લોકો ઉદાસીન જોવા મળે છે . તેમજ સંસ્થા દ્વારા પણ કોઇ કડક ઉઘરાણી કરવામાં આવતી નથી. જેના પગલે લોકોના અનેક વર્ષોના વેરા બિલ બાકી બોલે છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોમર્શિયલ બાંધકામ વધ્યા છે. જેના પગલે નગરપાલિકાએ વેરા વસૂલાત માટે નવી પદ્ધતિ અપનાવી પડે તેમ છે.

આ પણ વાંચો : Bhavnagar: યુવા ક્રિકેટર અંશ ગોસાઇ અંડર-19 વર્લ્ડ કપ રમવા વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના

આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી નદીમાં આપઘાતના બનાવો વધ્યા, બે દિવસમાં બે યુવકોને બચાવાયા

Next Video