Gujarati VIDEO : કડી APMC માં ગત વર્ષની સરખામણીએ કપાસનો ઓછો ભાવ નોંધાતા જગતનો તાત પરેશાન

Gujarati VIDEO : કડી APMC માં ગત વર્ષની સરખામણીએ કપાસનો ઓછો ભાવ નોંધાતા જગતનો તાત પરેશાન

| Edited By: | Updated on: Mar 12, 2023 | 7:35 AM

ગત વર્ષની સરખામણીએ કપાસના મણના 50 થી 100 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

કોટન સિટી ગણાતા કડીના APMC માં આ વર્ષ કપાસનો ઓછો ભાવ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષનો ઓછો ભાવ નોંધાયો છે. મહત્વનું છે કે, ગત વર્ષની સરખામણીએ કપાસના મણના 50 થી 100 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. તો આ તરફ APMC માં અંદાજીત રોજની 500 મણની એટલે કે 10 થી 12 ગાડીઓની આવક થઈ રહી છે.

APMC માં અંદાજીત રોજની 500 મણની આવક

આ સિઝનમાં કપાસનો ભાવ 1650 થી 1710 ચાલી રહ્યો છે.તો સાથે આગામી દિવસોમાં આવક વધવાની આશા પણ સેવાઈ રહી છે. તો બીજી તરફ કડી APMCના ચેરમેનનું કહેવુ છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ કપાસની આવક વધી છે અને આગામી ત્રણ થી ચાર મહિના સુધી કપાસની આવક થવાની શક્યતા છે.

આપને જણાવી દઈએ કે,મહારાષ્ટ્ર, પંજાબમાં કપાસના ભાવમાં ઘટાડો થયો હતો, હવે તેના કારણે ભાવમાં બમ્પર ઉછાળો આવી શકે છે. ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી મોટો વાવેતર થતો પાક એ કપાસ છે. કપાસના ભાવમાં બંમેશાં ફ્રેબુઆરી બાદ વધારો થાય છે. ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં કપાસના ભાવમાં વધારો નોંધાયો હતો.પરંતુ કપાસના ભાવમાં કોઈ વધારો ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

Published on: Mar 12, 2023 07:16 AM