Mehsana Video : 84 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો મોટો નિર્ણય, સમાજના કેટલાક કુરિવાજો પર મુકાશે પ્રતિબંધ

વડનગરના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે (Kshatriya Thakor Samaj) મહત્વનો નિર્ણય લીધો છે. 84 ગામમાં વસવાટ કરતા સમાજના લોકો માટે પહેલ કરવામાં આવી છે. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જુગાર રમવા પર, લગ્ન પ્રસંગમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ મૂકાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 11:46 AM

Mehsana : મહેસાણાના વડનગરમાં સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજે એક અનોખી પહેલ કરી છે. વડનગરના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે (Kshatriya Thakor Samaj) મહત્વનો નિર્ણય લીધો છે. 84 ગામમાં વસવાટ કરતા સમાજના લોકો માટે પહેલ કરવામાં આવી છે. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જુગાર રમવા પર લગ્ન પ્રસંગમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ મૂકાયો છે. હવે લગ્ન પ્રસંગોમાં DJ નહીં વગાડી શકાય. લગ્ન પ્રસંગે વરઘોડા બંધ કરવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓઢણી પ્રસંગે ફક્ત મહિલાઓએ જવું. પુરુષોના જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે તો મરણ પ્રસંગે પરિવાર સિવાય અન્ય લોકોને સોળ લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે.

આ પણ વાંચો –Watch : જામનગરમાં શ્રાવણી લોકમેળાના ફૂડ સ્ટોલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો, Video

84 ગામમાં વસવાટ કરતા ઠાકોર સમાજના લોકો દ્વારા સોળના બદલે રોકડાથી વ્યવહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં મરણ પ્રસંગે સાડી નાખવાની પ્રથા પણ બંધ કરવામાં આવી છે. લગ્ન જેવા પ્રસંગોમાં ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. તેના બદલે રોકડાથી વ્યવહાર કરવાનો રહેશે. લગ્ન પ્રસંગે થતા અન્ય સામાજિક પ્રસંગોમાં રમાતા જુગાર પર પ્રતિબંધ મુકાયો છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">