Mehsana Video  : ગુજસીટોકના આરોપી વિધર્મી યુવકે યુવતીની કરી છેડતી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Mehsana Video : ગુજસીટોકના આરોપી વિધર્મી યુવકે યુવતીની કરી છેડતી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Feb 11, 2024 | 9:02 AM

મહેસાણામાં ગુજસીટોકના આરોપી વિધર્મી યુવકે યુવતીની કરી છેડતી હોવાની ઘટના સામે આવી છે. કાર લઈને કડીના છત્રાલ રોડ પર યુવતીની કરી છેડતી હતી. આ ઉપરાંત યુવકે યુવતીને જબરજસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો  હતો. યુવતીને બચાવનારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સામે આવ્યું છે.

મહેસાણામાં ગુજસીટોકના આરોપી વિધર્મી યુવકે યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. કાર લઈને કડીના છત્રાલ રોડ પર યુવતીની છેડતી કરી હતી.
આ ઉપરાંત યુવકે યુવતીને જબરજસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો  હતો. યુવતીને બચાવનારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સામે આવ્યું છે.

અમદાવાદની યુવતી કડી આવી હતી તે સમયે તેની છેડતી કરી હોવાની ઘટના બની હતી. કડી પોલીસે આરોપી હનીફ જાડી સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
છે. 35થી વધુ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. એક માસ અગાઉ કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો હતો. એટલુ જ નહીં જામીન મળતાં આરોપીના સમર્થકોએ જાહેરમાં આતશબાજી કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો