બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં પણ લકી ડ્રોના ગોરખધંધાનો પર્દાફાશ – જુઓ Video

બનાસકાંઠા બાદ હવે મહેસાણામાં પણ લકી ડ્રોના ગોરખધંધાનો પર્દાફાશ – જુઓ Video

| Edited By: | Updated on: Sep 21, 2025 | 8:52 PM

મહેસાણામાં ઈનામી ડ્રોના નામે ઠગાઈનો પર્દાફાશ થયો છે. લોભામણી લાલચ આપીને સ્ક્રેચ કરવાના બહાને ઠગાઈ કરવામાં આવી હતી.

મહેસાણાના શંખલપુર ગામમાં ઈનામી ડ્રોના નામે ઠગાઈનો પર્દાફાશ થયો છે, જેમાં 6 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ “હર હર મહાદેવ એન્ટરપ્રાઈઝ” નામની કૂપન આપતા અને લોકોને લોભામણી લાલચ આપી સ્ક્રેચ કરવાના બહાને ઠગાઈ કરતા હતા.

ઇનામી ડ્રો કૂપનથી લોભામણી જાહેરાત કરતા આ શખ્સોની જાણ પોલીસને થઈ અને તેમની ક્રિયા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવી. પોલીસે તેમના ખેલની તપાસ હાથ ધરતાં એક બલેનો કાર અને ₹7,700 રોકડા જપ્ત કર્યા, તેમજ 60 નંગ ઈનામી ડ્રો કૂપન પણ ઝડપી પાડી છે.

હાલ બહુચરાજી પોલીસે ધવલસિંહ ઝાલા, જયદીપસિંહ દરબાર, વિજયજી ઠાકોર, ચેતનજી ઠાકોર, મેહુલ નાયક, મહેન્દ્રકુમાર દરબારને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 21, 2025 08:46 PM