મહેસાણા : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કરી બનાવ્યો વિશ્વ રેકોડ, જુઓ વીડિયો

|

Jan 01, 2024 | 10:37 AM

નવા વર્ષના પહેલા દિવસે અને સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ નોંધ્યો છે. રાજ્યમાં 108 ઐતિહાસિક સ્થળોમાંથી 51 સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે. પ્રથમ વાર 18 હજાર ગામોમાં 15 લાખ લોકોએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો.

નવા વર્ષના પહેલા દિવસે અને સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ નોંધ્યો છે. રાજ્યમાં 108 ઐતિહાસિક સ્થળોમાંથી 51 સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે. પ્રથમ વાર 18 હજાર ગામોમાં 15 લાખ લોકોએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો. જેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઐતિહાસિક દિવસ તરીકે નોંધ થશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જે દરમિયાન નિવેદન આપતા કહ્યું કે મોઢેરા સૂર્ય મંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા છે. આ ઉપરાંત શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જે નવા વર્ષે દેશનો સૌથી પહેલો રેકોર્ડ ગુજરાતના નામે નોંધાવાનો છે. યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.તે સાથે આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે.મોઢેરા સોલાર વિલેજ તરીકે દેશનું પ્રથમ ગામ બનેલું છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:37 am, Mon, 1 January 24

Next Video