Mehsana Breaking News : પેપર મીલના પ્રદુષણ સામે ગ્રામ્યજનોએ બાળકોને શાળાએ નહીં મોકલીને કર્યો અનોખો વિરોધ ! જુઓ Video

Mehsana Breaking News : પેપર મીલના પ્રદુષણ સામે ગ્રામ્યજનોએ બાળકોને શાળાએ નહીં મોકલીને કર્યો અનોખો વિરોધ ! જુઓ Video

| Updated on: Aug 21, 2026 | 1:09 PM

મહેસાણામાં જ્યા પેપરમીલના લીધે હવા ઝેરી બની હોવાના આક્ષેપ વચ્ચે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ ન મૂકવાની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કેમિકલયુક્ત દુર્ગંધના કારણે શાળાના બાળકોને ચક્કર, ગભરામણ અને ઉલટી જેવી તકલીફો થઈ રહી છે.

મહેસાણાના સામેત્રા અને મરેડા પંથકમાં પેપરમીલની દુર્ગંધ સામે ગ્રામજનોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કેમિકલયુક્ત દુર્ગંધના કારણે શાળાના બાળકોને ચક્કર, ગભરામણ અને ઉલટી જેવી તકલીફો થઈ રહી છે. સ્થિતિ એવી બની છે કે વર્ગખંડની બારીઓ-બારણાં બંધ રાખવા છતાં દુર્ગંધના લીધે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડતા સારવાર લેવાની પણ નોબત આવી હોવાના આક્ષેપ કરાયો છે. આખરે અભ્યાસ કરતા બાળકો જ હવે કહી રહ્યા છે કે જ્યાં સુધી પેપરમીલ બંધ નહીં થાય ત્યાં સુધી શાળાએ નહીં જઈએ.

બાળકોની ફરિયાદો બાદ વાલીઓ પણ મેદાનમાં ઉતર્યા

બાળકોની ફરિયાદો બાદ હવે વાલીઓ પણ મેદાનમાં ઉતર્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે લાંબા સમયથી રજૂઆતો, વિરોધ અને ચક્કાજામ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. એક તરફ બાળકોનું ભણતર અટકી રહ્યું છે, તો બીજી તરફ તેમની તબિયતને લઈને વાલીઓમાં ચિંતા વધી રહી છે. અને બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી ઉચ્ચારી છે.

અગાઉ ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી

ગ્રામજનોના આક્ષેપો વચ્ચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કહેવું છે કે અગાઉ ફરિયાદના આધારે કાર્યવાહી કરી કંપનીને ક્લોઝર હુકમ પણ અપાયો હતો. પરંતુ કંપનીએ આ કાર્યવાહી સામે હાઇકોર્ટમાં પડતર છે અને પહેલા કરતાં અત્યારે દુર્ગંધની સમસ્યા થોડા અંશે હલ કરાઈ છે.

આ પણ વાંચો, સુરતમાં પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહી ભાડુઆતોનો દબદબો, 175 મકાનોમાં ભાડુઆત મળી આવ્યા

Follow Us
Loading...
Unable to load recommendations.