Mehsana: તંત્રની ઘોર બેદરકારીથી 9 ગાય મોતને ભેટી હોવાનો આક્ષેપ, જીવદયા પ્રેમીઓએ કરી લેખિત રજૂઆત, જુઓ Video
મહેસાણાના કડીના થોળ નજીક પાંજરાપોળમાં 9 ગાયોના મોત થયા હોવાની ઘટના બની છે. નગરપાલિકા વિસ્તારમાંથી પકડેલી ગાયો પાંજરાપોળમાં હતી. તંત્રની ઘોર બેદરકારીથી 9 ગાયો મોતને ભેટી હોવાનો આક્ષેપ કરાયો છે.
ગાયોને પકડવામાં તો આવે, પરંતુ તેની જાળવણીનું શું ? જાળવણીના અભાવે આવી જ 9 ગાયોએ દમ તોડી દીધો છે. મહેસાણામાં કડીના થોળ નજીક પાંજરાપોળમાં 9 ગાયોના મોત થયા છે. તંત્રની ઘોર બેદરકારીથી 9 ગાયો મોતને ભેટી હોવાનો આક્ષેપ કરાયો છે. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાંથી પકડેલી ગાયો પાંજરાપોળમાં હતી.
આ પણ વાંચો : Mehsana Video: મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારી અનાજની ગોલમાલ, વિજાપુરના 4 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજની ઘટ મળી
જીવદયા પ્રેમીઓએ પાંજરાપોળમાં પાણી અને ઘાસચારાનો અભાવ હોવાના કારણે 9 ગાયોના મોતનો આક્ષેપ કર્યો છે. નગરપાલિકા ગાયો પકડવા એજન્સીને લાખો રૂપિયા ચૂકવે છે. ત્યારે ગાયોના મોતને લઈને જીવદયા પ્રેમીઓએ લેખિત રજૂઆત કરી. ગાયોને પકડવામાં તો આવે છે પરંતુ તેની યોગ્ય દેખભાળ કરવામાં નથી આવી રહી તેવું પણ જાણવા મળ્યું છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો