Mehsana : મોઢેરા બાદ હવે શક્તિપીઠ બહુચરાજી મંદિર સૂર્ય ઊર્જાથી ઝળહળશે

|

Dec 20, 2022 | 10:43 PM

મોઢેરા બાદ હવે શક્તિપીઠ બહુચરાજી મંદિર સૂર્ય ઊર્જાથી ઝળહળશે . જેમા મોઢેરા સોલર વિલેજ બન્યા બાદ હવે શક્તિપીઠ બહુચરાજી મંદિર સોલર રૂફટોપથી સજ્જ બન્યું છે. જેમા બહુચરાજી મંદિર, વલ્લભ ભટ્ટ વાવ, યાંત્રિક ભવન તેમજ ભોજનાલય પર 105 કિલોગ્રામ વોટ ધરાવતી સોલર રૂફટોપ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

ગુજરાતમાં મોઢેરા બાદ હવે શક્તિપીઠ બહુચરાજી મંદિર સૂર્ય ઊર્જાથી ઝળહળશે . જેમા મોઢેરા સોલર વિલેજ બન્યા બાદ હવે શક્તિપીઠ બહુચરાજી મંદિર સોલર રૂફટોપથી સજ્જ બન્યું છે. જેમા બહુચરાજી મંદિર, વલ્લભ ભટ્ટ વાવ, યાંત્રિક ભવન તેમજ ભોજનાલય પર 105 કિલોગ્રામ વોટ ધરાવતી સોલર રૂફટોપ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

જેમા યાત્રાધામ વિકાસ બોર્ડે સોલર સિસ્ટમ લગાવી છે. આ મંદિર પરિસર સૌર ઉર્જાથી સજ્જ થતા સમગ્ર મંદિરનું લાઈટબીલ તો બચ્યું છે..અને સાથે-સાથે વધારાનું વીજ ઉત્પાદન થતા તેમાંથી આવક પણ થઈ રહી છે. આ વર્ષે 5થી 7 લાખ વીજ ખર્ચની બચત થશે. જેમા સૌર ઊર્જાના ઉપયોગ માટે બહુચરાજી મંદિર અન્ય મંદિરો માટે પ્રેરણા દાયક બનશે.

મહેસાણા જિલ્લામાં આવેલું 51 શક્તિપીઠોમાંનું એક બહુચરાજી શક્તિધામ અનેક પૌરાણિક ગૌરવગાથાથી ગૂંથાયેલું છે. જેમાં શક્તિ સ્વરૂપા મા બહુચરની સવારી ‘કૂકડા’નો સુવર્ણ અને પ્રાચીન ઈતિહાસ આજે પણ માનભેર જળવાઈ રહ્યો છે.

બહૂચરાજીમાં દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાએ રાત્રે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્રી પુનમ તથા આસો પુનમ-શરદ પુનમ ના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરેથી નીકળીને બહુચરાજીથી આશરે ૩ કિ.મી. દૂર આવેલ શંખલપુર ગામે જાય છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, જ્યાં માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે.

માતા બહુચરાજી કુકડાની સવારી કરે છે. ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડાં રાજ્યના ધ્વજ પ્રતીક હતાં

Published On - 10:30 pm, Tue, 20 December 22

Next Video