Gujarat : નવા મંત્રીમંડળ અંગે દિલ્લીમાં મંથન, PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાઈ મેરેથોન બેઠક

Gujarat : નવા મંત્રીમંડળ અંગે દિલ્લીમાં મંથન, PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાઈ મેરેથોન બેઠક

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 7:43 AM

બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મંત્રીમંડળની રૂપરેખા અંગે ચર્ચા કરાઇ હતી. મહત્વપૂર્ણ છે કે બેઠક દરમિયાન ભૂપેન્દ્ર પટેલે શપથ સમારોહમાં આવવા માટે PM ને આમંત્રણ આપ્યું હતુ.

ગુજરાતમાં પ્રચંડ જીત બાદ સરકાર બનાવવા અંગે દિલ્લીમાં મેરેથોન બેઠક યોજાઇ હતી. PM આવાસ ખાતે 6 કલાકથી વધુ સમય સુધી PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મંત્રીમંડળની રૂપરેખા અંગે ચર્ચા કરાઇ હતી. મહત્વપૂર્ણ છે કે બેઠક દરમિયાન ભૂપેન્દ્ર પટેલે શપથ સમારોહમાં આવવા માટે PM ને આમંત્રણ આપ્યું.

CM તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ

ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે,  ત્યારે હવે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. અન્ય મંત્રીમંડળના શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે. ગુજરાતમાં ભવ્ય જીત બાદ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં 12 ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે. આપને જણાવી દઈએ કે આ શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી પણ આવે તેવી શક્યતા છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલે શપથ સમારોહમાં આવવા માટે PM ને આમંત્રણ આપ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">