ગુજરાતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક

| Edited By: | Updated on: Dec 23, 2022 | 4:27 PM

ચીનમાં કોરોનાના કેસોએ હાહાકર મચાવતા ગુજરાત  સરકાર એલર્ટ થઇ ગઇ છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાની દહેશત તેમજ નવા વેરિયન્ટને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે.  તેમજ ખાસ કરીને વિદેશથી આવતા પ્રવાસીઓનું ફરી એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. જેમા 22 ડિસેમ્બરના રોજ કોરોનાના નવા 06 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 27 થઈ છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા છ કેસમાં અમદાવાદમાં 02, ભાવનગરમાં 02, દાહોદમાં 01 અને તાપીમાં 01, કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. કોરોનાથી બે દર્દીઓ સાજા થયા છે.

આ પૂર્વે  ગુરુવારે  આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કોરોના મુદ્દે મહત્વની બેઠક મળી.બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને કેન્દ્રની એડવાઇઝરીનું ચુસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી છે. તેની સાથે જ તમામ CHC-PHC કેન્દ્ર એક્ટિવ કરવા અને ત્યાં દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

આ બેઠક બાદ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર BF.7 વેરિયન્ટને લઇને સંપૂર્ણ પણે સજ્જ છે. સરકાર ટેસ્ટ, ટ્રેસ એન્ડ ટ્રેકની નીતિ પર કામ કરી રહી છે… જો કે કોરોના મુદ્દે કોઇ ચોક્કસ નિર્ણય લેવા અંગે સરકાર થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અને દિશા-નિર્દેશ મુજબ કામ કરશે.

Published on: Dec 23, 2022 04:21 PM