ભાવનગરમાં ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયાની સભામાં ક્ષત્રિયોએ બતાવ્યા કાળા વાવટા, એક યુવકે સ્ટેજ પર ચડી જઈ લગાવ્યા નારા- જુઓ Video

|

Apr 16, 2024 | 10:29 PM

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ આજે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શક્તિપ્રદર્શન કર્યુ હતુ, ફોર્મ ભરતા પહેલા નિમુબેન બાંભણિયાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાની જાહેરસભા દરમિયાન ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. ફોર્મ ભરતા પહેલા નિમુબેન બાંભણિયાની સભાનું આયોજન કરાયુ હતુ. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના હાજર રહ્યા હતા. નામાંકન ભરતા પહેલાની સભામાં ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી વિરોધ વ્યક્ત કર્યો. તળાજાના ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર આવી જઈ રાજીનામુ આપ્યુ હતુ. કાળા કપડા પહેરીને આવેલા આ યુવકે 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામુ આપ્યુ અને સ્ટેજ પર ચડી નારા લગાવ્યા હતા.

મનસુખ માંડવિયાના ભાષણ દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો સભા સ્થળે પહોંચ્યા હતા. સભા સ્થળે આવીને રૂપાલા વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આ તમામ ગતિવિધિને પગલે થોડીવાર માટે ભાજપને સભા રોકવાની ફરજ પડી હતી. જો કે પહેલેથી મોટી સંખ્યામાં તૈનાત હતો અને તેમણે દેખાવ કરી રહેલા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી હતી. સભા બાદ નિમુબેન બાંભણિયાએ વિશાળ રેલી યોજી શક્તિપ્રદર્શન કર્યુ હતુ અને ત્યારબાદ તેમણે ફોર્મ ભર્યુ હતુ. આ દરમિયાન મનસુખ માંડવિયા અને ભૂપેન્દ્ર ચુડાસમાં પણ સાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ભાજપના હરિભાઈ પટેલ સામે કોંગ્રેસે ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણી રામજી ઠાકોરને ઉતાર્યા મેદાને, જાણો રામજી ઠાકોરની રાજકીય કારકિર્દી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video