Gujarati video : અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ નજીકથી ઝડપાયુ 118 ગ્રામ MD ડ્રગ્સ, ત્રણ આરોપીની ધરપકડ

|

Feb 06, 2023 | 11:46 AM

Ahmedabad Crime News : SOGએ અમદાવાદના ઇન્દિરાનગર વિસ્તારમાંથી બાતમીના આધારે 118 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 118 ગ્રામ MD ડ્રગ્સની કિંમત 11 લાખ રુપિયા જેટલી છે.

ગુજરાતમાં ફરી એક વખત નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયુ છે. SOGએ અમદાવાદના ઇન્દિરાનગર વિસ્તારમાંથી બાતમીના આધારે 118 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 118 ગ્રામ MD ડ્રગ્સની કિંમત 11 લાખ રુપિયા જેટલી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ પાલીના સુમેરપુરના કોઇ શખ્સ પાસેથી ડ્રગ્સ મેળવ્યું હતું. હાલ SOGએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને નેટવર્કના મૂળ સુધી જવાના પ્રયાસો શરૂ કર્યા છે.

થોડા દિવસ પહેલા પણ ઝડપાયુ હતુ ડ્રગ્સ

થોડા દિવસ પહેલા જ એટલે કે 26 જાન્યુઆરીએ પણ બરોડા એક્સપ્રેસ નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપાયું હતુ. જેમાં યુવતી સહિત વડોદરાના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. સાથે 16.120 ગ્રામ MD ડ્રગ્સ સાથે 11.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ફિરદોશ મન્સૂરી અને આશિષ પરમારની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

થોડા દિવસ પહેલા ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં જાણવા મળ્યુ હતુ કે ડ્રગ્સ ડિલિવરી આપવા આરોપી આવતા હતા. આરોપીની પુછપરછમાં સામે આવ્યું કે, આરોપી ફિરદોષ અને આશિષ બરોડામાં એક મોબાઈલ શોપમાં સાથે નોકરી કરતા હતા. ત્યાંથી જ સંપર્કમાં આવ્યા હતા. જે બાદ ફિરદોષ તેના પતિને છૂટાછેડા આપી આશિષ સાથે લીવ ઈનમાં રહેતી હતી. આશિષ અને ફીરદોષ ડ્રગ્સની આદત ધરાવે છે અને બંને આરોપી વડોદરાના સાગર મિસ્ત્રી પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા અને અમદાવાદ રિક્ષાવાળાઓને ડ્રગ્સ સપ્લાઇ કરતા હતા.

(વિથ ઇનપુટ -મિહિર સોની, અમદાવાદ)

Next Video