ઓસ્ટ્રેલિયામાં ઉમિયા માતાજીની પધરામણી કરાશે, દેલવાડાના પરિવાર દ્વારા સિડનીમાં સ્થાપના કરાશે

ઓસ્ટ્રેલિયામાં ઉમિયા માતાજીની પધરામણી કરાશે, દેલવાડાના પરિવાર દ્વારા સિડનીમાં સ્થાપના કરાશે

| Edited By: | Updated on: Dec 02, 2023 | 8:41 PM

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઉમિયા માતાજીની પધરામણી કરવામાં આવશે. માતા ઉમિયાજીની પ્રતિમા સિડનીમાં સ્થાપના કરવામાં આવનાર છે. ગાંધીનગર જિલ્લાના માણસાના દેલવાડાના પાટીદાર પરિવાર દ્વારા ઉમિયાજીની પધરામણી સિડનીમાં કરાવનાર છે. જેમાં મહેસાણા સહિતના પાટીદાર સમાજના લોકો પણ જોડાશે.

મહેસાણા જિલ્લાના ઉંઝામાં પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીનુ મંદિર આવેલ છું. જ્યાં પાટીદાર સમાજના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. માણસાના દેલવાડા ગામના પાટીદાર સમાજના પરિવાર દ્વારા હવે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં માતા ઉમિયાજીની પધરામણી કરાવનાર છે. આ માટેનુ આયોજન કરવામાં આવ્યુ છે.

પંચ ધાતુમાંથી તૈયાર કરવામાં આવેલ માતાજીની મૂર્તિને સિડની લઈ જવામાં આવનાર છે. આ પ્રતિમાનુ ઉમિયાધામ ખાતે પૂજા વિધી કરાવમાં આવી હતી. મૂર્તિને ઓસ્ટ્રેલિયા લઈ જતા પહેલા ઉંઝાના ઉમિયાધામ ખાતે મંદિરમાં પૂજા-હવન કરવામાં આવ્યુ હતુ.

 

આ પણ વાંચોઃ રોકાણકારો ફરી રડ્યા! અમદાવાદની કંપની સામે છેતરપિંડી આચર્યાની ઈડર પોલીસે ફરિયાદ નોધી

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો