Gujarati Video : રાજકોટ નકલી નોટોના આંતરરાજ્ય કૌભાંડ કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ, રમેશ બાબુ કસ્તુરી તેલંગાણાથી ઝડપાયો

Gujarati Video : રાજકોટ નકલી નોટોના આંતરરાજ્ય કૌભાંડ કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ, રમેશ બાબુ કસ્તુરી તેલંગાણાથી ઝડપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 9:41 AM

Rajkot News : પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 15 લાખ 84 હજાર 500 રૂપિયાની 3 હજાર 443 નકલી ચલણી નોટ કબજે કરી છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે આ કેસમાં અગાઉ કમલેશ જેઠવાણી, ભરત બોરિચા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.

રાજકોટના નકલી નોટોના આંતરરાજ્ય કૌભાંડ કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. એ ડિવિઝન પોલીસે મુખ્ય સૂત્રધાર રમેશ બાબુ કસ્તુરીની તેલંગાણાથી ધરપકડ કરી લીધી છે. આરોપીને આવતીકાલે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી રમેશ બાબુ કસ્તુરી અગાઉ પણ નકલી નોટના ગુનામાં તેલંગાણામાં ઝડપાઇ ચૂક્યો છે.

રાજકોટમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવવાના કેસમાં અગાઉ આરોપી કમલેશ જેઠવાણીની ધરપકડ કરાઈ હતી. તેને મહારાષ્ટ્રના પૂણેથી ઝડપી લેવાયો હતો. આરોપી પાસેથી વધુ 12 લાખ 7 હજારની વધુ નકલી નોટ મળી આવી હતી. અગાઉ ઝડપાયેલા આરોપી ભરત બોરિચાના ઘરે પણ પોલીસે તપાસ કરતા તેની પાસેથી વધુ 1 લાખ 20 હજારની નકલી નોટ મળી હતી. આ કેસમાં અગાઉ પોલીસે 2 લાખ 56 હજારની નકલી નોટ કબજે કરી હતી.

આ કેસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. મૂળ રાજુલાનો વતની અને રાજકોટમાં રહેતા ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફતે નકલી નોટો ઘુસાડી હતી. આ મામલામાં એ ડિવિઝન પોલીસે ભરતને નકલી નોટો પહોંચતી કરનાર મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપાર કરતા કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે.

તેની પાસેથી 12,7,500ની 500ના દરની 2415 નકલી નોટ કબ્જે કરી છે. પોલીસે કમલેશના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ભરતના ઘરેથી પણ તપાસ દરમિયાન 2000, 500, 200 અને 100ના દરની વધુ 513 નકલી નોટ કબ્જે કરવામાં આવી છે. આ નકલી નોટ કમલેશે જ ભરતને આપી હતી.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 15 લાખ 84 હજાર 500 રૂપિયાની 3 હજાર 443 નકલી ચલણી નોટ કબજે કરી છે. મહત્વપૂર્ણ છે કે પોલીસે આ કેસમાં અગાઉ કમલેશ જેઠવાણી, ભરત બોરિચા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ભરત બોરિચાની ફેક્ટરી ફડચામાં જતા દેવું વધી ગયુ હતુ. દેવું વધી જતા તેને ભરપાઇ કરવા આરોપીએ નકલી નોટોનો જુગાડ કરવાનો પ્લાન ઘડ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">