Gujarat Election 2022 : ભાજપ ઉમેદવાર અશ્વિન કોટવાલે કર્યો મોટો દાવો, કહ્યુ- ઉત્તર ગુજરાતની તમામ બેઠક પર કેસરિયો લહેરાશે

|

Dec 06, 2022 | 8:39 AM

Gujarat assembly election 2022: બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાની 93 બેઠકો પર થયુ હતુ. બીજા તબક્કાના મતદાન માટે 26,409 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો હવે જીતના દાવા કરી રહ્યા છે. ભાજપ ઉમેદવાર અશ્વિન કોટવાલે ઉત્તર ગુજરાતમાં કેસરિયો લહેરાવાનો દાવો કર્યો છે.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન કરવામાં આવ્યુ હતુ. પ્રથમ તબક્કાનું મતદાન 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કાના મતદાન માટે 25,430 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ બેઠકો પર કુલ 2,39,76,670 મતદાતાઓ હતા. આ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને કચ્છની બેઠકોનો સમાવેશ થયો હતો. પ્રથમ તબક્કામાં પણ કુલ 63.14 ટકા મતદાન થયુ હતુ. બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાની 93 બેઠકો પર થયુ હતુ. બીજા તબક્કાના મતદાન માટે 26,409 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો હવે જીતના દાવા કરી રહ્યા છે. ભાજપ ઉમેદવાર અશ્વિન કોટવાલે ઉત્તર ગુજરાતમાં કેસરિયો લહેરાવાનો દાવો કર્યો છે.

એક્ઝિટ પોલમાં ભાજપ ફરી પ્રચંડ બહુમિત સાથે ગુજરાતમાં સાતમી વખત સરકાર બનાવશે તેવા સંકેત મળી રહ્યાં છે. ત્યારે ઉત્તર ખેડબ્રહ્માથી ભાજપ ઉમેદવાર અશ્વિન કોટવાલે ઉત્તર ગુજરાતની તમામ બેઠક પર કેસરિયો લહેરાવવાનો દાવો કર્યો. કોટવાલે કહ્યું કે PM મોદીએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પદે આદિવાસીઓને બેસાડી ગૌરવ વધાર્યું છે. રાજ્ય સરકારમાં ચાર આદિવાસી પ્રધાન છે. ત્યારે આદિવાસીઓએ ભાજપને ભરપૂર સમર્થન આપ્યું છે.

તો ગઇકાલે ગુજરાતમાં બંને તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મતદાન બાદ પાટીલે જણાવ્યું કે ગુજરાતમાં મતદારોએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કરી મતદાનમાં ઉમળકો દર્શાવ્યો છે તેના કારણે ભાજપને અપેક્ષા કરતા પણ વધુ બેઠકો મળશે. સી આર પાટીલે જણાવ્યુ કે ગુજરાતના દરેક મતદાતા ભાઈ બહેનોએ જે રીતે મતદાનમાં ઉમળકો બતાવ્યો, જે રીતે તેમણે ગુજરાતના ઉત્કર્ષ અને સુરક્ષા માટે પીએમ મોદી પર વિશ્વાસ કર્યો અને મતદાન પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે ભાગ ભજવ્યો છે એના માટે મતદાતાનો આભાર માન્યો છે.

Published On - 8:39 am, Tue, 6 December 22

Next Video