નડિયાદના શારદા મંદિર રોડ પર વચ્ચોવચ પડ્યો મહાકાય ભૂવો, જુઓ Video

|

Jul 29, 2024 | 3:04 PM

નડિયાદ શહેરના શારદા મંદિર રોડ પર વરસાદમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે. રોડની મધ્યમાં જ મહાકાય ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ચોમાસુ હાલ ગુજરાતમાં જોર પકડી રહ્યું છે અનેક શહેરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આ વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર ભૂવા પડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આ વરસાદી માહોલમાં નડિયાદ શહેરમાં વિશાળ ભૂવો પડ્યો છે.

રસ્તા વચ્ચોવચ પડ્યો વિશાળ ભૂવો

નડિયાદ શહેરના શારદા મંદિર રોડ પર વરસાદમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે. રોડની મધ્યમાં જ મહાકાય ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે કારણકે ચોમાસા પહેલા જે કામગીરી થવી જોઈતી હતી તે નથી કરવામાં આવતી ત્યારે આવા બનાવ બનતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તંત્ર દોડતું થયું

નડિયાદ શહેરના શારદા મંદિર પાસે વચ્ચોવચ ભૂવો પડ્યો હતો. જોકે આ ઘટના બાદ ભૂવાને્ જોઈને સ્થાનીકો ચકિત થઈ ગયા હતા કારણ કે આ ભૂવો ઘણો મોટો અને ઊંડો છે. ત્યારે આ ભૂવાએ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી દીધી છે. ઘટનાની જાણ થતા જ તંત્ર દોડતું થયું હતુ અને ભૂવો પૂરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

Next Video