Banaskantha : કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જુઓ Video

Banaskantha : કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Apr 05, 2025 | 1:54 PM

બનાસકાંઠામાં ફરી એક વાર પાલનપુરના કોજી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. લાલ બંગલાની સામે આવેલા આર્કેડમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં ફરી એક વાર પાલનપુરના કોજી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. લાલ બંગલાની સામે આવેલા આર્કેડમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગના બનાવને લઈને લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે આગ લાગી હોવાથી જાનહાની ટળી છે. પાલનપુર નપા ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

પાલનપુરના આર્કેડમાં લાગી ભીષણ આગ

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં આગની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિંટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે ઘટના બનતાની સાથે તાત્કાલિક ધોરણે ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો