Amreli: સિંહોનું ઘર એવા મિતિયાલા અભ્યારણ્યની બોર્ડર નજીક ડુંગર વિસ્તારમાં લાગી ભીષણ આગ, વન વિભાગ દોડતુ થયુ

|

Mar 19, 2022 | 9:01 AM

આગ ભાડ ગામ સુધી પહોંચી ગઇ છે. આગ મીતીયાળા જંગલમા ન પ્રવેશે તે માટે સ્થાનીક રેન્જને સૂચના આપી દેવામાં આવી છે. જો આગ અભ્યારણ્યમાં પ્રવેશશે તો પશુ-પક્ષીઓને મોટુ નુકસાન થવાની શક્યતા છે.

અમરેલી (Amreli) જિલ્લાના ખાંભાના લાપાળા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ (Fire) લાગી છે. મોડી રાત્રે લાગેલી આગ જંગલ વિસ્તારમાં ફેલાવાની તૈયારીમાં છે. જેના પગલે વન વિભાગ દોડતુ થયુ છે. આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધારી ગીર પૂર્વ DCF દ્વારા વનવિભાગને (Forest Department) સૂચના આપી દેવામાં આવી છે. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમરેલી જિલ્લામાં સિંહોનું ઘર એવા મિતિયાલા અભ્યારણ્યની બોર્ડર નજીક ખાંભાના લાપાળા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. જંગલમાં મોડી રાત્રે લાગેલી આગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. લાપાળા ડુંગર વિસ્તારમાં લાગેલી આ આગ 300 વિઘા જેટલા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. ધીરે ધીરે પવનની સાથે આગ પણ ફેલાઈ રહી છે. સિંહોના રહેઠાણ નજીક જ આગ લાગતા વનવિભાગ પણ એલર્ટ બન્યું છે અને આગ વધુ પ્રસરે નહીં તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. હાલ પ્રશાસન દ્વારા આગ પર પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

હાલમાં આગ ભાડ ગામ સુધી પહોંચી ગઇ છે. આગ મીતીયાળા જંગલમા ન પ્રવેશે તે માટે સ્થાનીક રેન્જને સૂચના આપી દેવામાં આવી છે. જો આગ અભ્યારણ્યમાં પ્રવેશશે તો પશુ-પક્ષીઓને મોટુ નુકસાન થવાની શક્યતા છે. મહત્વનું છે કે અમરેલીમાં દર ઊનાળામાં ડુંગરના જંગલ વિસ્તારોમાં આગ લાગતી હોય છે.

આ પણ વાંચો-

Gir Somnath: કેસર કેરીના ચાહકો માટે માઠા સમાચાર, આ વર્ષે બમણા રુપિયા ચુકવી માણવો પડશે કેસર કેરીનો સ્વાદ

આ પણ વાંચો-

Rajkot: ધોરાજીમાં સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા, ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાથી લોકો ત્રસ્ત

 

Next Video