Breaking News : પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, સ્થાનિકોને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં મોડી રાત્રે વધુ એક આગની ઘટના સામે આવી છે. રાજકોટના મેટોડા GIDCમાં આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગી છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં મોડી રાત્રે વધુ એક આગની ઘટના સામે આવી છે. રાજકોટના મેટોડા GIDCમાં આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. એમરોક નામની પ્લાસ્ટિકની જાળી બનાવતી ફેકટરીમાં આગ લાગી હોવનું સામે આવ્યું હતું. પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. જેમાં કંપનીને મોટુ નુકસાન થયું હોવાની શક્યતા છે.
પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ દૂર-દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની લાગતાની સાથે જ ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. ફેકટરીમાં કાચો માલ હોવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. જેના પગલે સ્થાનિકો પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ભારે જહેમત બાદ રાજકોટ અને શાપર ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.
