Kutch : ગાંધીધામમાં ઈ-બાઈકના શો રુમમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ગુજરાતમાં પણ અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે કચ્છના ગાંધીધામના મુખ્ય બજારમાં આવેલા એક શો રુમમાં આગ લાગી હતી. આજે વહેલી સવારે ઈ- બાઈકના શો રુમમાં આગ લાગવાની ઘટના બની હતી.
ગુજરાતમાં પણ અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે કચ્છના ગાંધીધામના મુખ્ય બજારમાં આવેલા એક શો રુમમાં આગ લાગી હતી. આજે વહેલી સવારે ઈ- બાઈકના શો રુમમાં આગ લાગવાની ઘટના બની હતી. દુકાનમાં ધુમાડો દેખાતા તાત્કાલિક ધોરણે લોકોએ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. દુકાનમાં લાગેલી આગાનો ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. મનપાના ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે વિકરાળ આગમાં ઈ- બાઈક સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
ઓલપાડમાં કાપડના ગોડાઉનમાં લાગી હતી આગ
બીજી તરફ સુરતના ઓલપાડના પરિયા ગામ ખાતે કાપડ બનાવતી કંપનીમાં આગ લાગી હતી કંપનીમાં આગ લાગતાની સાથે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર 12 -13 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.