વાપી GIDCમાં આવેલી ટેક્સટાઇલ કંપનીમાં ભભુકી ઉઠી આગ, કાપડના જથ્થાને કારણે બની વધુ વિકરાળ-જુઓ Video

| Edited By: | Updated on: Apr 25, 2026 | 8:39 PM

વલસાડ જિલ્લાના વાપી GIDC સ્થિત ક્રિએટિવ ટેક્સટાઇલ કંપનીના પ્લાન્ટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટના પ્રથમ માળે રહેલા કાપડના કાચા માલ અને જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. ઘટનાને પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, હાલ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા સતત પ્રયત્ન કરી રહી છે.

વલસાડના વાપી GIDC વિસ્તારમાં આવેલી જાણીતી ‘ક્રિએટિવ ટેક્સટાઇલ’ કંપનીમાં આજે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીના પ્લાન્ટના પ્રથમ માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ માળ પર કાપડનો કાચો માલ અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોનો મોટો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આગ લાગતાની સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઘટનાની જાણ થતા જ વાપી અને આસપાસની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંકા સમયમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ શરૂ કરવામાં આવશે.

ચૂંટણીના પર્વ પર ગરમીનો પડકાર! તંત્રનો હુંકાર- ‘તમામ પડકારો ઝીલવા તંત્ર સજ્જ’, મતદારો માટે બૂથ પર કરાઈ ખાસ વ્યવસ્થા

Follow Us