ભરૂચમાં સામુહિક આપઘાતની ઘટના બની, પતિ -પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવ્યા, પોલીસે તપાસ શરુ કરી

|

Jul 04, 2024 | 1:40 PM

ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘટની ઘટના સામે આવી છે. ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે.

ભરૂચ  :રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીની લટકતી અને બાળકની પલંગ પરથી લાશ મળી આવી છે. પુત્રને ગળે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભરૂચ રેલવે કોલોનીમાં ઘટના બની હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ઘટનાની તપાસ શરુ કરી છે.

મૃતકના નામ જતીન મકવાણા, કૃપલ બેન મકવાણા અને 10 વર્ષીય બાળક વિહાન મકવાણાનો સમાવેશ થાય છે. મૃતક જતીન મકવાણા રેલવેમાં ઈજનેર છે અને ઊંચી પોસ્ટ પર ફરજ બજાવે છે.

બપોરે 12.30 વાગ્યાના અરસામાં મૃતકના પરિવારજનો ભરૂચ પહોંચ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોટર્મ રૂમ ખાતે પરિવારજનોના હ્નદયફાટ રુદનના કરુણ દ્રશ્યો  જોવા મળ્યા હતા.

પરિવારજનો આવ્યા બાદ રેલવે પોલીસે ત્રણેય મૃતદેહના પોસ્ટમોટર્મ માટેની તજવીજ શરૂ કરાવી હતી. બનાવ સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસ ઘટના પાછળનું કારણ બહાર લાવવા પ્રયત્ન કરી રહી છે. આ મામલે એક ચિઠ્ઠી મળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસતંત્ર આખી ઘટનાને લઇ હજુ સત્તાવાર નિવેદન ન જાહેર કરતા રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.

 

આ પણ વાંચો : નવસારી: વરસાદી માહોલે વેર્યો વિનાશ, ગણદેવીમાં વાવાઝોડાથી સેંકડો વૃક્ષ ધરાશાયી, જુઓ વીડિયો

 

Published On - 11:35 am, Thu, 4 July 24

Next Video