Dahod: ગરબાડાના માતવા ગામે પરિણીતાનો આપઘાત કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, જુઓ Video

Dahod: ગરબાડાના માતવા ગામે પરિણીતાનો આપઘાત કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, જુઓ Video

| Edited By: | Updated on: May 28, 2023 | 8:27 PM

દાહોદના ગરબાડાના માતવા ગામે પરિણીતાનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સાસરીયાઓએ પરિણીતાની હત્યા કરી મૃતદેહ લટકાવી દીધો હોવાનો આરોપ પરિણીતાના પરિવારના લોકો લ્ગવાઓ રહ્યા છે. પરિણીતાને અનેકવાર ઘરમાંથી કાઢી મુકી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

Dahod: ઘરકંકાસમાં વધુ એક પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદના ગરબાડા તાલુકાના માતવા ગામ ખાતે આ ઘટના બની છે. જ્યાં પરિણીતાનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પરિણીતાનો મૃતદેહ મળતા પિયર પક્ષના લોકો સાસરી પક્ષના લોકો વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. પિયર પક્ષનો આરોપ છે કે પરિણીતાની હત્યા કરી તેના મૃતદેહને લટકાવી દીધો છે. આ સાથે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનો અને પરિણીતાને ઘરમાંથી અનેકવાર કાઢી મુકી હોવાનો પણ પિયર પક્ષના લોકોનો આરોપ છે.

આ પણ વાંચો : શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનો અનોખો અંદાજ, ખાખરાના પાનમાં ભોજન લઈ લુપ્ત થતી જૂની પરંપરાને જીવંત રાખવાનો આપ્યો સંદેશ

મહત્વનુ છે કે પરિણીતાના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. જોકે હાલ તેનો મૃતદેહ મળતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે. ઘટના સ્થળ પર પોલીસ પહોંચતા કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે પરિણીતાના મૃતદેહનું પેનલ પીએમ કરવા કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પરિણીતાના મૃત્યુને લઈ કેટલાક સવાલો ઊભા થાય છે. જેમાં પરિણીતાની હત્યા કે આત્મહત્યા ? તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જોકે પરિણીતાના પરિવાર જનો સાસરીયાઓએ હત્યા કરી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવે તેમ છે.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 28, 2023 04:38 PM