Panchmahal Video : લગ્ન નોંધણી કૌભાંડમાં મોટો ખુલાસો, 106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
અત્યાર સુધી આપણે પરીક્ષામા, સસ્તા દરે મળતા અનાજ સહિતની બાબતમાં કૌભાંડ સાંભળ્યા હશે. પરંતુ પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. દસ્તાવેજની તપાસ બાદ શહેરાના તાલુકા વિકાસ અધિકારીએ ખુલાસો કર્યો છે. જાણો શું કર્યો ખુલાસો.
અત્યાર સુધી આપણે પરીક્ષામા, સસ્તા દરે મળતા અનાજ સહિતની બાબતમાં કૌભાંડ સાંભળ્યા હશે. પરંતુ પંચમહાલ જિલ્લામાં લગ્ન નોંધણી કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. દસ્તાવેજની તપાસ બાદ શહેરાના તાલુકા વિકાસ અધિકારીએ ખુલાસો કર્યો છે.
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપી દેવાયા હોવાની તાલુકા વિકાસ અધિકારીએ આશંકા વ્યક્ત કરી છે. દસ્તાવેજની તપાસમાં ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી એમ.પી. પરમારનું કારસ્તાન સામે આવ્યું છે. કુલ 571 લગ્નની નોંધણી કરવામાં આવી હતી. જેમાંથી 465 દંપત્તીના નોંધણી દસ્તાવેજ મળ્યા હતા. જ્યારે 106 દંપત્તીના લગ્નની નોંધણીના કોઈ દસ્તાવેજી આધાર પુરાવા મળ્યા નથી.
