વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સાથે આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડવાનું બતાવ્યુ કારણ, જુઓ

વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સાથે આગેવાનોએ કોંગ્રેસનો સાથ છોડવાનું બતાવ્યુ કારણ, જુઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2024 | 6:24 PM

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. ડો. સીજે ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલે પણ રાજીનામુ ધર્યુ છે. સ્થાનિક આગેવાનોએ પણ હવે કોંગ્રેસને રામ રામ કર્યા છે અને આ માટેના કારણો પણ ભાજપમાં જોડાતા પહેલા રજૂ કર્યા છે.

કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા જ અનેક બેઠકો પર તૂટવા લાગી છે. કોંગ્રેસને રામ રામ કરીને ઉત્તર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં આગેવાનો હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કોંગ્રેસના અનેક આગેવાનો હવે કેસરીયા કરી રહ્યા છે. કોંગ્રેસને છોડીને ભાજપમાં ભળી રહેલા કોંગ્રેસી આગેવાનોએ પોતાની મનની વાત રજૂ કરી હતી.

આ પણ વાંચો:  અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ, પાંચ દિવસ ભક્તોની ભીડ ઉમટશે

સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ કેમ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેના કારણો રજૂ કર્યા હતા. ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસમાં રહેલી સમસ્યાઓને પણ રજૂ કરી હતી. કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ અને આગેવાનોએ સાથ છોડવાને લઈ મોટો ફટકો કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં પડ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 12, 2024 04:50 PM
g clip-path="url(#clip0_868_265)">