Amreli : દરોડ ગામે લગ્નપ્રસંગના જમણવાર બાદ 60 વ્યક્તિને ફૂડ પોઈઝનિંગની અસર, જુઓ Video

Amreli : દરોડ ગામે લગ્નપ્રસંગના જમણવાર બાદ 60 વ્યક્તિને ફૂડ પોઈઝનિંગની અસર, જુઓ Video

| Edited By: | Updated on: Feb 25, 2025 | 1:50 PM

અમરેલીના દરોડ ગામે લગ્નપ્રસંગે જમણવાર બાદ ફૂડ પોઈઝનની ઘટના બની હતી. જેમાં થાબડી, બરફી, સરબત અને ભજીયાના જમણવાર બાદ ફૂડપોઈઝિનિંગની ઘટના બની હતી. 50 થી 60 વ્યક્તિને ફૂડ પોઇઝનની અસર થયા છે.

અમરેલીના દરોડ ગામે લગ્નપ્રસંગે જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જેમાં થાબડી, બરફી, સરબત અને ભજીયાના જમણવાર બાદ ફૂડપોઈઝિનિંગની ઘટના બની હતી. 50 થી 60 વ્યક્તિને ફૂડ પોઇઝનની અસર થઇ છે.

30 થી 25 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ લોકોને અન્ય ખાનગી હોસ્પિટલમાં 25 જેટલા દર્દીને ખસેડાયા હતા. તમામની તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

તાપીમાં 24થી વધુ બાળકોમાં થયુ હતું ફૂડ પોઈઝનિંગ

બીજી તરફ આ અગાઉ તાપીના સોનગઢના સાંઢકુવા ગામે 24થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. રતનજ્યોતના બીજ ખાધા બાદ લથડી બાળકોની તબિયત ખરાબ થઈ હતી. એકાએક બાળકોને ઊલટી થતાં શાળા તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી. જિલ્લા પંચાયત હસ્તકની સાંઢકુવા પ્રાથમિક શાળાના બાળકોને અસર થઈ હતી. તમામ બાળકોને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.