મનસુખ વસાવાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને આડે હાથ લીધા – જુઓ Video
નર્મદા જિલ્લામાં મનરેગા સહિતના વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિના મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ બળાપો ઠાલવ્યો છે. નર્મદામાં જાહેર કાર્યક્રમમાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પર વરસ્યા હતા.

જાહેર કાર્યક્રમ દરમિયાન મંચ પરથી તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ માત્ર કટકી કરવા માટે આવે છે. વસાવાએ આરોપ લગાવ્યો કે વિકાસ કાર્યોના મોટાભાગના કામોમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની બોલબાલા હોય છે.
તેઓએ કહ્યું કે, “ભાજપનો નેતા બિઝનેસ કરે તો અમારું સમર્થન છે પણ કોન્ટ્રાક્ટના કામોમાં કટકી કરવામાં આવશે તો એ નહીં ચલાવી લઇએ.” વસાવાએ નર્મદામાં RRC રોડના કામમાં થયેલી ગેરરીતિનું ઉદાહરણ પણ આપ્યું હતું.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો