Gandhinagar Video : ગેરકાયદે એલોપેથિક દવાનુ વેચાણ કરનાર ઝડપાયો, 10 લાખની કિંમતનો દવાનો જથ્થો જપ્ત

|

Jun 29, 2024 | 2:59 PM

રાજ્યમાં અનેક વાર ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા લોકોને ઝડપાવામાં આવે છે. ગાંધીનગરથી ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વધુ એક વ્યક્તિ ઝડપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંકિત પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડ્યો છે.

રાજ્યમાં અનેક વાર ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા લોકોને ઝડપાવામાં આવે છે. ગાંધીનગરથી ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વધુ એક વ્યક્તિ ઝડપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંકિત પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. અધિકારીઓએ 6 જેટલી દવાઓના નમૂના લઈને તપાસ હાથ ધરી છે. સ્થળ પરથી 10 લાખની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ આરોપી બનાવટી દવાની ફેક્ટરી કૌભાંડમાં પકડાયો હતો.

GIDCમાં ગેરકાયદે દવા બનાવતી કંપની ઝડપાઈ હતી

આ અગાઉ પણ ગાંધીનગર GIDC ખાતે આવેલી શ્રી હેલ્થકેર નામની બોગસ કંપનીમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા.આ કંપનીમાં મોટી માત્રામાં એજીસોમાઇસીન લખેલા ડ્રમ, ટોર્ચ પાઉડર, ખાલી કેપ્સ્યુઅલ અને એન્ટિબાયોટિક લેબલ મળ્યા હતા.4 કરોડના મુદ્દામાલ સાથે ભાવિન ગોરધન પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી લેબલ વગરની કેપ્સ્યુલ બનાવીને બીજા રાજ્યમાં વેચતો હોવાનો ખુલાસો થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video