Gandhinagar : રાજ્યમાં વારંવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાંથી એકટિવાની ચોરી કરતા ચોરને ગાંધીનગર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. આ ચોરને ચોરીનો એવો ચસ્કો લાગ્યો કે સાત મહિનામાં ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોમાંથી કુલ 37 એક્ટિવાની ચોરી કરી છે.
આ પણ વાંચો : Gandhinagar :PM Modi એ ટિફિન બેઠક યોજવા ધારાસભ્યો અને મંત્રીઓને સૂચન કર્યું, જુઓ Video
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે આરોપી વંદન પટેલને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 37 એક્ટિવા સહિત કુલ 46 વાહનો સહિત 9 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી કલોલ તાલુકાના વેડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સાથે ચોરીના વાહનો ખરીદનાર 6 શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ આજે સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકતા 15 લાખ રુપિયાની મત્તાની ચોરી કરી ગયા છે. તસ્કરોએ ઘરના દરવાજાના તાળા તોડીને તસ્કરો ઘરમાંથી 6 લાખ રુપિયા રોકડા અને 9 લાખ રુપિયાની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા છે.