AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી માલધારીઓ આકરાપાણીએ ! રાજકીય આગેવાનોની હાજરીમાં યોજાયેલ મહાપંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

ફરી માલધારીઓ આકરાપાણીએ ! રાજકીય આગેવાનોની હાજરીમાં યોજાયેલ મહાપંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 7:41 AM
Share

આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય  રઘુ દેસાઈ (Congress MLA Raghu desai) , લાખા ભરવાડ, માલધારી સમાજના આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Gandhinagar : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા માલધારીઓ (Maldhari)  આકરા પાણીએ જોવા મળ્યા. ઢોર નિયંત્રણ બિલ અને માલધારીઓની સમસ્યાઓને લઈને વિધાનસભા સત્ર પહેલા માલધારી સમાજનું (maldhari samaj) સંમેલન યોજાશે. 20 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના (gandhinagar) શેરથા ખાતે માલધારી વેદના સંમેલન યોજાશે.ગુરૂવારે  ગાંધીનગરના ટીંટોડા ગુરુગાદી ખાતે મળેલી ગુજરાત માલધારી મહાપંચાયતની બેઠકમાં સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય  રઘુ દેસાઈ(Congress MLA Raghu desai) , લાખા ભરવાડ, માલધારી સમાજના આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.

માલધારી સમાજે સી. આર. પાટીલ સાથે કરી હતી બેઠક

માલધારી સમાજના(Maldhari)આગેવાનોએ સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ(CR Paatil)સાથે બેઠક કરી હતી જેમાં દિવાળી સુધી કોઈ તબેલા નહીં હટાવવામાં આવે તેવી બાંહેધરી આપતા  આંદોલનનો(Protest)અંત આવ્યો હતો. જેમાં સુરતમાં ગેરકાયદેસર તબેલા તેમજ રોડ પર રખડતા ઢોરને પકડવાને લઇ માલધારી સમાજ દ્વારા ડભોલી ખાતે ધરણા પ્રદર્શન કરી સરકાર સામે આંદોલન માંડ્યું હતું.

માલધારી સમાજના આગેવાનોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની (CRPaatil) સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં માલધારી સમાજ વિવિધ માંગો રજૂ કરવામાં આવી હતી. જેમાંથી માલધારી સમાજની મુખ્ય માંગ તબેલા નહીં હટાવવાની હતી.તમને જણાવી દઈએ કે, માલધારી સમાજે પહેલા પણ પાલિકાના તબેલા હટાવવા ના કામ અંગે અનેક વખત રજૂઆત કરી હતી. ત્યારે ફરી એક વાર હવે માલધારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">