Rain News : દાહોદમાં વહેલી સવારથી ભારે વરસાદ ! અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી, જુઓ Video

Rain News : દાહોદમાં વહેલી સવારથી ભારે વરસાદ ! અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 21, 2025 | 11:57 AM

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે દાહોદમાં પણ આજે વહેલી સવારથી વરસાદની શરુઆત થઈ છે. દાહોદના ઝાલોદ, ધાનપુર, ફતેપુરા વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે દાહોદમાં પણ આજે વહેલી સવારથી વરસાદની શરુઆત થઈ છે. દાહોદના ઝાલોદ, ધાનપુર, ફતેપુરા વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે. દાહોદમાં વહેલી સવારથી જ ખાબકી રહેલા વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે. તેમજ જળાશયોમાં નવા નીર આવવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાંબુઘોડામાં ગત સાંજથી વરસાદ ખાબક્યો. છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો. હાલોલ તાલુકામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો. કાલોલ અને ઘોઘંબામાં પણ 1-1 ઈંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી તમામ નદી, નાળા, તળાવો છલકાયા.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો