Gujarati Video: PM મોદીના કાર્યક્રમમાં થયો ફેરફાર, વડાપ્રધાન 27 સપ્ટેમ્બરે આવશે ગુજરાત, કરોડોના વિકાસકાર્યોની આપશે ભેટ

| Edited By: | Updated on: Sep 21, 2023 | 3:50 PM

પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 ઓક્ટોબરના બદલે પીએમ મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. મહિલા અનામત બિલ પસાર થયા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત હોવાથી ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર મહિલા સંમેલન યોજવામાં આવશે.

PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 ઓક્ટોબરના બદલે પીએમ મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. મહિલા અનામત બિલ પસાર થયા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત હોવાથી ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું છે. પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પર મહિલા સંમેલન યોજવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad: ભૂવા પડવાનો સિલસિલો યથાવત! દરિયાપુર દરવાજા પાસે ભૂવો પડતા AMCએ તાત્કાલિક કામગીરી હાથ ધરી

આ સંમેલનમાં 10 હજારથી વધુ મહિલાઓ સામેલ થાય તેવી કવાયત હાથ ધરાશે. આ પ્રસંગે મહિલાઓ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરશે. કાર્યક્રમના આયોજનને લઈ અમદાવાદ ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અમદાવાદના કાર્યક્રમ બાદ પીએમ મોદી બોડેલી જશે. જ્યાં શિક્ષણ વિભાગના 5 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો