Banaskantha : ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા, જુઓ Video

|

Apr 25, 2024 | 4:20 PM

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીની યોજાવાની છે. પરંતુ હજી ભાજપમાં ભરતીમેળો શરુ છે. કોંગ્રેસના ગઢ દાંતા તાલુકામાં ભાજપમાં ભરતીમેળો યોજાયો છે. હડાદના ચંદ્રકાંત બેગડિયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

બનાસકાંઠાના દાંતામાં 3000થી વધુ આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા છે. બીજી તરફ પરશોત્તમ રુપાલાની વિવાદીત ટીપ્પણીના પગલે ક્ષત્રિય સમાજમાં રોષ દિવસે દિવસે વધી રહ્યો છે. પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ ન થતા ક્ષત્રિય સમાજે ધર્મરથની શરુઆત કરી છે.

શક્તિપીઠ અંબાજી ખાતેથી પણ વધુ એક રથનું પ્રસ્થાન કરાયું છે. ધર્મરથ બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં ફરીને ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે.મતદારોને ભાજપ વિરૂદ્ધ મત માટે જાગૃત પણ કરવામાં આવશે.અંબાજીથી પ્રસ્થાન કરાયેલા ધર્મરથ સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video