Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો, લોકોમાં મચી દોડધામ, જુઓ Video
સમગ્ર ગુજરાતમાં ધૂમધામથી નવરાત્રીના પર્વની ઉજવણી થઇ રહી છે. લોકો મોડી રાત સુધી ગરબા રમતા હોય છે. જો કે આ નવરાત્રીના સાતમા દિવસે આણંદના વિદ્યાનગરમાં ગરબા દરમિયાન મોટી દુર્ઘટના બનતા રહી ગઇ છે. વિદ્યાનગરમાં એક ગરબાના ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો હતો.

ઘટના કઇક એવી છે કે આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં સાતમા નોરતે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેલૈયા ગરબા રમવા માટે એકત્ર થયા હતા. રાત્રીના સમયે ભારે પવનમાં મહાકાય ગેટ ભોંય ભેગો થયો હતો. ગરબા મેદાનનો મુખ્ય ગેટ તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી, પણ જો ગેટ ત્યાં એકત્ર ભીડ પર પડ્યો હોત તો મોટી દુર્ઘટના બની હોત. સદનસીબે આ ઘટનામાં કોઇને ઈજા પહોંચી નથી.