Mahisagar Video : પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ આચાર્યની પોલીસે કરી ધરપકડ

| Edited By: | Updated on: Oct 16, 2023 | 8:11 PM

સંતરામપુરના જાનવડ ગામની શાળાના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે નરાધમ આચાર્યને ઝડપી પાડી અગાઉ કોઈ આવું કૃત્ય કરેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપી આચાર્ય રાજેશ પટેલની ધરપકડ કરી છે. નરાધમ આચાર્યને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયો છે.

Mahisagar : મહીસાગરમાં પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર આચાર્યની પોલીસે ધરપકડ કરી છે. સંતરામપુરના જાનવડ ગામની શાળાના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. નરાધમ આચાર્યએ ચા પીવાના બહાને પોતાના મકાનમાં લઈ જઈ પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો Mahisagar Video : શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના, શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

આ અંગે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે નરાધમ આચાર્યને ઝડપી પાડી અગાઉ કોઈ આવું કૃત્ય કરેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપી આચાર્ય રાજેશ પટેલની ધરપકડ કરી છે. નરાધમ આચાર્યને લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયો છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો