Mahisagar River Bridge Collapse : ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો , ટેન્કર હજુ પણ બ્રિજ પર લટકેલુ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 09, 2025 | 3:05 PM

આણંદમાં ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 5થી વધુ ઇજાગ્રસ્ત છે. આ બ્રિજ તૂટ્યા બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં બ્રિજ કેટલા ભયાનક રીતે તૂટી પડ્યો છે. તે જોવા મળી રહ્યુ છે. 

એક તરફ ચોમાસાના કારણે ગુજરાતમાં અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે. ત્યાં બીજી તરફ આણંદમાં ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 5થી વધુ ઇજાગ્રસ્ત છે. આ બ્રિજ તૂટ્યા બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં બ્રિજ કેટલા ભયાનક રીતે તૂટી પડ્યો છે. તે જોવા મળી રહ્યુ છે.

બ્રિજ તૂટી પડ્યા બાદના આકાશી દ્રશ્યોમાં ઘટનાની ગંભીરતા જોવા મળી રહી છે. બ્રિજના બે પીલર વચ્ચેનો સ્લેબ તૂટી પડતાં, બે ઈકો વાન, એક પીકઅપ વાન અને અન્ય વાહનો સીધા નદીમાં ખાબકી ગયા. અનેક વાહનો હજુ પણ નદીના પટમાં જ જોવા મળી રહ્યા છે.

આ બ્રિજ આણંદના ગંભીરાથી ભરૂચ તરફ જવાના માર્ગ પર આવેલો છે અને તેના ધરાશાયી થવાથી મોટાપાયે વાહનો નદીમાં પડ્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને 5થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જણાવાયું છે કે વર્ષ 1985માં આ બ્રિજ જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકાયો હતો, અને વર્ષો પુરતો જર્જરિત બની ગયેલો હતો.

CM દ્વારા ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ અપાયા છે. ફાયર બ્રિગેડ, નગર પાલિકા અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું છે. સ્થાનિક તરવૈયાઓ પણ બચાવ કાર્યોમાં સહભાગી થયા છે અને અત્યાર સુધીમાં 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 09, 2025 10:31 AM