Mahisagar: વાઘ આવ્યો ભાઈ વાઘ…. ખાનપુરના જંગલોમાં વાઘ હોવાનો સ્થાનિકોનો દાવો, જુઓ VIDEO
ખાનપુર વિસ્તાર તેમજ આસપાસના ગ્રામિણો દ્વારા આ તમામ બાબતે વન વિભાગને (Forest department) જાણ કરી છે ત્યારે વન વિભાગ દ્વારા વાઘની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ વન વિભાગ દ્વારા જંગલ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું હાલ જણાવવામાં આવી રહ્યું છે અને ખાનપુર વન વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે.
મહીસાગર (Mahisagar) જિલ્લામાં ફરી એકવાર વાઘ આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ફરી ખાનપુરના જંગલોમાં વાઘ આવ્યો હોવાની આશંકા ઉભી થઈ છે. મહિસાગર જિલ્લાના ખાનપુરના જંગલમાં સતત વધતી મારણની ઘટના બાદ સ્થાનિકોમાં વાઘ (Tigar) આવ્યોની ચર્ચા છે. તો સતત મારણની વધતી ઘટનાને લઈને આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ પણ ઉભો થયો છે. તો બીજી તરફ હજી સુધી વન વિભાગે વાઘ દેખાયો હોવાની કોઇ પુષ્ટી કરી નથી. ખાનપુર વિસ્તાર તેમજ આસપાસના ગ્રામિણો દ્વારા આ તમામ બાબતે વન વિભાગને (Forest department) જાણ કરી છે ત્યારે વન વિભાગ દ્વારા વાઘની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ વન વિભાગ દ્વારા જંગલ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું હાલ જણાવવામાં આવી રહ્યું છે અને ખાનપુર વન વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે.
અગાઉ પણ મહિસાગરમાં દેખાયો હતો વાઘ
મહીસાગર જિલ્લામાં 2 વર્ષ અગાઉ લુણાવાડાના જંગલ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો અને તે સમયે પણ વન વિભાગે પુષ્ટિ પણ કરી ન હતી. એવા સમયમાં લુણાવાડા તાલુકાના કંતારના જંગલમાંથી વાઘનો મુતદેહ મળી આવ્યો હતો. આથી હવે વન વિભાગ મારણ કરેલા પશુઓના મૃતદેહની તપાસ કરીને તેમજ અન્ય રીતે એ તપાસ કરશે કે જિલ્લામાં ખરેખર વાઘ છે કે નહીં ?
જૂનાગઢમાં પણ રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યા સિંહ
જૂનાગઢમાં (Junagadh) રહેણાક વિસ્તારમાં સિંહ ( Lion ) જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરની મધ્યમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં ગત મોડી રાત્રે સિંહ લટાર મારતા જોવા મળ્યા છે. CCTV કેમેરામાં 4 સિંહ લટાર મારતા જોવા મળ્યા. આ વિસ્તારમાં અવાર-નવાર સિંહ આવી પહોંચતા હોય છે. જેને પગલે લોકોની સુરક્ષા જોખમાઈ છે. રહેણાક વિસ્તારમાં સિંહ આવી પહોંચતાં વનવિભાગને જાણ કરવામાં આવી છે.