Mahisagar: ઊંટના ટોળાને મળ્યું ટ્રાફિક પોલીસનું રક્ષણ, મહારાષ્ટ્રથી નીકળેલી ઊંટ યાત્રા લુણાવાડા પહોંચી
મહીસાગર જિલ્લામાં ઊંટના ટોળાને ટ્રાફિક પોલીસનું રક્ષણ મળ્યું છે. મહારાષ્ટ્ર સરકારે પકડેલા 124 ઊંટ રાજસ્થાન જવા માટે નીકળ્યા છે ત્યારે રસ્તામાં ઊંટની સુરક્ષા માટે પોલીસ જવાનો તૈનાત કરાયા છે.
Mahisagar: લુણાવાડામાંથી પસાર થતા ઊંટના ટોળાને ટ્રાફિક પોલીસનું રક્ષણ મળ્યું. મહારાષ્ટ્રના નાસિકથી નીકળેલી ઊંટ યાત્રાનું લુણાવાડામાં આગમન થતા ટ્રાફિક પોલીસે રક્ષણ આપ્યું હતું. ઊંટની સુરક્ષા માટે આગળ પાછળ પોલીસના જવાનો તૈનાત કરાયા હતા. પોલીસની સુરક્ષા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે પકડેલા 124 ઊંટ રાજસ્થાનના સિરોહી જઈ રહ્યા છે.
આ પણ વાંચો : મહીસાગર જિલ્લામાં ખાબક્યો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
હૈદરાબાદમાં કતલના ઇરાદે લઈ જવાતા ઊંટને બચાવી રાજસ્થાન મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સરકારે 2015માં ઊંટ પરિવહન કાયદો પસાર કર્યો હતો. આ તમામ ઊંટ 650 કિમી જેટલું અંતર કાપશે અને રાજસ્થાન પહોંચશે. તમામ જિલ્લાઓમાં જીવ દયા પ્રેમીઓ દ્વારા સેવા પણ આપવામાં આવી રહી છે.
મહીસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો