Mahisagar : લુણાવાડામાં સામે આવ્યો આખલાનો આતંક, ચાર કોસિયા નાકા પાસે રસ્તા વચ્ચે બે આખલા બાખડ્યા- Video

Mahisagar : લુણાવાડામાં સામે આવ્યો આખલાનો આતંક, ચાર કોસિયા નાકા પાસે રસ્તા વચ્ચે બે આખલા બાખડ્યા- Video

| Edited By: | Updated on: Oct 14, 2023 | 11:55 PM

Mahisagar: મહીસાગરના લુણાવાડામાં આખલાનો આતંક યથાવત રહ્યો છે. આખલાના આતંકને કારણે લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે ફરી લુણાવાડાના ચાર કોસિયા નાકા પાસે રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે. કોસિયા નાકા પાસે રસ્તા વચ્ચે બે આખલા વચ્ચે યુદ્ધ ખેલાયું. રસ્તા વચ્ચે જ બે આખલા બાખડ઼્યાં હતા જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વારંવાર આખલાની લડાઇને કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે અને રસ્તે રખડતા આખલાના ત્રાસમાં છૂટકારો મળે તેવી લોકો માગ કરી રહ્યાં છે.

Mahisagar: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે માજા મુકી રહી છે. આ રખડતા ઢોરની અડફેટે આવતા કેટલાક નાગરિકો જીવ ગુમાવી ચુક્યા છે છતા રખડતા ઢોરની સમસ્યાનું નક્કર નિરાકરણ લાવવા તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી નથી. રાજ્યના દરેક જિલ્લામાં રખડતા ઢોર, આખલાનો આતંક અવારનવાર સામે આવતો રહે છે. મહિસાગરની વાત કરીએ તો લુણાવાડા તાલુકામાં આખલાના આતંક યથાવત છે. લુણાવાડાના ચાર કોસિયા નાકા પાસે ભર બજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યુ અને બંને લડતા જોવા મળ્યા. જેના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

આખલાને કારણે સર્જાઈ અફરાતફરી

રસ્તાની વચ્ચોવચ્ચ લડી રહેલા આખલાને કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. રસ્તા વચ્ચે જ બે આખલા લડી રહ્યા હતા. આસપાસના લોકોએ પાણી નાખી તેમના દૂર કરવાનો પ્રયત્ન પણ કર્યો. પરંતુ લડી રહેલા આખલાને તેની કોઈ અસર ન થઈ. ત્યારે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી.

આ પણ વાંચો: Mahisagar : સવગઢ ગામે મકાનમાં મગર ઘૂસી જતાં અફરાતફરી, મગરને જોવા સ્થાનિકો ઉમટી પડ્યા, જુઓ Video

આખલાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતચો. વારંવાર આ પ્રકારે આખલા આવી ચડતા હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રસ્તા વચ્ચે રખડતા આખલાના ત્રાસમાંથી મુક્તિ મળે તેવી લોકો માગ કરી રહ્યા છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો