Mehesana Breaking News : કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યું જળ મગ્ન, જુઓ-Video

| Updated on: Jul 03, 2026 | 1:19 PM

સિઝનના પહેલા વરસાદ માં જ મહેસાણા જિલ્લો જળમગ્ન બન્યો છે. કડીમાં રાત્રિ દરમિયાન ધોધમાર 8 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો.

મહેસાણા જિલ્લાના કડી શહેર અને આસપાસના પંથકમાં મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવી છે. સિઝનના પહેલા વરસાદમાં જ મહેસાણા જિલ્લો જળમગ્ન બન્યો છે. કડીમાં રાત્રિ દરમિયાન ધોધમાર 8 ઈંચ વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો.

પહેલા વરસાદમાં જ મહેસાણા જિલ્લો થયો પાણી-પાણી

ભારે વરસાદના કારણે શહેરના અનેક અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.

8 ઈંચ વરસાદ બાદ કડીના હાલ બેહાલ

8 ઈંચ વરસાદ બાદ કડી શહેરના હાલ બેહાલ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે કેટલાક માર્ગો પર તો ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતાં નગરપાલિકા તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, નગરપાલિકા પ્રમુખે દાવો કર્યો છે કે તંત્ર દ્વારા રાત્રિથી જ પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, લોકો દ્વારા આડેધડ ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના કચરાના કારણે ગટર લાઈનો બ્લોક થઈ જતી હોવાથી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થાય છે. નગરપાલિકા પ્રમુખે નાગરિકોને જાહેર સ્થળોએ પ્લાસ્ટિકનો કચરો ન ફેંકવા અપીલ કરી છે.

રહેણાંક વિસ્તારોમાં ઘુસ્યા પાણી

સીઝનની શરૂઆતમાં જ પડેલા આ ભારે વરસાદે કડી પંથકને ઓળઘોળ કરી દીધું છે. સતત વરસેલા વરસાદના કારણે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જવાના બનાવો સામે આવ્યા છે.

સ્થાનિક તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

Breaking News: ગીર સોમનાથમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ, સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jul 03, 2026 12:27 PM
Follow Us