Gujarat Rain Video: મહેમદાવાદ અને નડીયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
નડીયાદ, મહેમદાવાદ વરસાદ

Follow us on

Gujarat Rain Video: મહેમદાવાદ અને નડીયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

| Edited By: | Updated on: Jun 26, 2023 | 5:16 PM

Mahemdavad Rain Video: નડીયાદ, મહેમદાવાદ અને મહુધામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહેમદાવાદમાં માત્ર 2 કલાકના અરસામાં જ ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં પણ વરસાદ નોંધાયો હતો.

ખેડા જિલ્લામાં સોમવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. મહેમદાવાદ (Mahemdavad Rain) અને નડીયાદ (Nadiad rain) માં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મહેમદાવાદમાં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નડીયાદમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુધામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદમાં સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં કુલ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને લઈ નડીયાદ અને મહેમદાવાદમાં રસ્તાઓ પર પણ પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં વરસ્યો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના સરખેજ હાઈવે વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદ નોંધાયો હતો. જેને લઈ શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

 

આ પણ વાંચોઃ Sabarkantha: તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત, મોટા ભાઈને બચાવવાના પ્રયાસમાં 10 વર્ષની નાની બહેન મોતને ભેટી

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 26, 2023 04:37 PM