Mehsana Video: મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારી અનાજની ગોલમાલ, વિજાપુરના 4 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજની ઘટ મળી

|

Aug 09, 2023 | 10:04 AM

મામલતદારની ટીમ દ્વારા વિજાપુર સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, હાથીપુરા, લાડોલ કેન્દ્રોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુરના આ 4 મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉં, ચોખા, દાળ, તેલની કુલ 1 હજાર 90 કિલોની ઘટ મળી આવી છે.

Mehsana : રાજ્ય સરકારની મધ્યાહન ભોજન (Mid-day meal) યોજના મુજબ ભોજન બનાવી શાળામાં જ બાળકોને પીરસવામાં આવતું હોય છે. જેના માટે સરકાર દ્વારા અનાજની ફાળવણી કરવામાં આવતી હોય છે. જો કે મહેસાણામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારી અનાજની ગોલમાલ સામે આવી છે. વિજાપુરના 4 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનાજની ઘટ મળી હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો-Vadodara Video: લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા ! 5 મોટી રેસ્ટોરન્ટમાંથી લીધેલા નમૂના થયા ફેઈલ

મામલતદારની ટીમ દ્વારા વિજાપુર સેકન્ડરી સ્કૂલ, મણીપુરા, હાથીપુરા, લાડોલ કેન્દ્રોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુરના આ 4 મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉં, ચોખા, દાળ, તેલની કુલ 1 હજાર 90 કિલોની ઘટ મળી આવી છે. મામલતદારની ટીમે કરેલી તપાસમાં આ બાબત સામે આવતા નોટિસ આપવામાં આવી છે. જે પછી સંચાલક કામિની પટેલ અને અક્ષય પટેલને નોટિસ આપવામાં આવી છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video