મહેસાણા RTO દ્વારા ટેકસ વસૂલવા કાર્યવાહી કરાશે. જિલ્લામાં 2000 જેટલા કોમર્શિયલ વાહનોનો ટેકસ બાકી છે. 2000 જેટલા વાહનોનો એક વર્ષનો 15 કરોડ ટેકસ બાકી હોય તંત્ર હવે એક્શનમાં આવ્યું છે. બાકી ટેકસ વાહન ધારકોને પહેલા નોટિસ અપાશે, અને તો પણ જો વાહન ધારકો નિષ્ક્રિયતા દાખવાશે તો RTO નોટિસ છતાં ટેકસ નહીં ભરે તો મિલ્કત પર બોજો પડશે. બોજો પાડતા ટેકસ નહીં ભરનાર મિલકત નહીં વેચી શકે.