Gujarati Video : વલસાડના મધુબન ડેમની જળ સપાટી 72.70 મીટરે પહોંચી, નીચાણવાળા 37 જેટલા ગામોને એલર્ટ કરાયા

Gujarati Video : વલસાડના મધુબન ડેમની જળ સપાટી 72.70 મીટરે પહોંચી, નીચાણવાળા 37 જેટલા ગામોને એલર્ટ કરાયા

| Edited By: | Updated on: Jul 28, 2023 | 2:54 PM

મધુબન ડેમનાં 10 દરવાજા 4 મીટરે ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 1,45,268 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે.

Valsad : વલસાડનાં મધુબન ડેમમાં (Madhuban Dam) સતત બે દિવસથી ધરખમ પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમની જળ સપાટી 72.70 મીટરે પહોંચી છે. મધુબન ડેમનાં 10 દરવાજા 4 મીટરે ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 1,45,268 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. જેને લઈને નીચાણવાળા 37 જેટલા ગામોને એલર્ટ (Alert) કરાયા છે. વલસાડનાં 13 ગામો, દાદરા નગર હવેલીના 14 ગામો તો દમણના 10 જેટલા ગામોને સાવચેત કરાયા છે. તેમજ લોકોને નદી કિનારે ન જવા તંત્રે અપીલ કરી છે.

આ પણ વાંચો- Navsari : પહાડી વિસ્તારોના જંગલોમાં ઉગે છે વિશેષ પ્રકારના મશરુમ, આરોગ્ય અને ઔષધિ રુપે ખૂબ જ ફાયદાકારક, જાણો કેમ છે તે ખાસ

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 28, 2023 02:52 PM