Valsad Video : મધુબન ડેમમાં નવા નીર આવતા 8 દરવાજા ખોલાયા, દમણગંગા નદીના કિનારે લોકોની અવરજવર પર પ્રતિબંધ

Valsad Video : મધુબન ડેમમાં નવા નીર આવતા 8 દરવાજા ખોલાયા, દમણગંગા નદીના કિનારે લોકોની અવરજવર પર પ્રતિબંધ

| Edited By: | Updated on: Jul 14, 2024 | 11:58 AM

દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે મધુબન ડેમમાં નવા નીર આવ્યા છે. જેના પગલે ડેમના 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે.

દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે મધુબન ડેમમાં નવા નીર આવ્યા છે. મધુબન ડેમમાં નવા નીર આવતાની સાથે 8 દરવાજા 1.3 મીટર ખોલવાની ફરજ પડી છે. ડેમમાં 54 હજાર ક્યુસેક પાણીની આવક અને 39,900 ક્યુસેક પાણીની જાવક થઈ છે. ડેમમાંથી પાણી છોડતા જ નદી બે કાંઠે જોવા મળી છે. જેના પગલે સ્થાનિકો અને પ્રવાસીઓને દમણગંગા નદીના કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

મધુબન ડેમના 4 દરવાજા ખોલાયા હતા

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ગઈકાલે પણ મધુબન ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે મધુબન ડેમના ચાર દરવાજા 0.5 મીટર ખોલવામાં આવ્યા હતા. મધુબન ડેમમાં 14,216 ક્યુસેક પાણીની આવકથી 7288 ક્યુસેક પાણી છોડાયું હતુ. ડેમમાંથી પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતુ.